👫દોસ્તો આજે અમે તમારા માટે જે માહિતી લઈને આવ્યા છીએ તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી પત્નીના નામનું બેંકમાં ખાતું છે તો તુરંત જ આ આર્ટિકલની તમામ માહિતીને પૂરેપૂરી વાંચો. તમારી પત્નીના નામનું ખાતું તમને આવનારી મુશીબતોથી બચાવી શકે છે. આના માટે તમારે અમારા આ આર્ટિકલને પૂર્ણ વાંચવો પડશે. તો દોસ્તો ચાલો જોઈએ કે તે માહિતી શું છે. અને તમને તે કેવી રીતે ઉપયોગી બની શકે છે.
👫સૌથી પહેલી વાત એ છે કે તમારા પત્ની જો કોઈ નોકરી કે અન્ય કોઈ પણ કામ નથી કરતાં અને તેનું ખાતું કોઈ બેંકમાં છે તો તમે આ ખાતાની માહિતીને તમે ટાળી ના શકો. તમે ઇન્કમટેક્સ ભરતી વખતે આ માહિતીને છુપાવી ના શકો. અને જો ભૂલથી પણ તમે આ ખાતાની માહિતી છુપાવી છે તો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા પર ઇન્કમ છુપાવવાનો કેસ પણ કરી શકે છે. દોસ્તો જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ કે પછી તેનાથી વધારે થતી હોય તો તમે જાણતા જ હશો કે તમારે રિટર્ન ભરવો જ પડે છે અને જો તે ના ભરો તો તમારે પેનલ્ટીનો પણ સામનો કરવો પડે છે. અને જો તમે તમારી પત્નીનું ખાતું નથી દર્શાવ્યું તો તેના પર પણ તમને પેનલ્ટી લાગુ થઈ શકે છે.
👫જ્યારે તમે રિટર્ન ભરવાનું બને છે તે તમારે તમારી પત્નીના ખાતાની પણ જાણકારી આપવી જરૂરી બને છે તમારે તેનો પણ રિટર્ન ભરવો પડે છે અને જો તમે આ ખાતાની માહિતી જાહેર ના કરો તો તમે તે ખૂબ જ મોટી ભૂલ કરી કહેવાય. અને ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ તમને તે ખાતામાં રકમ ક્યાંથી આવી તે કાયદેસર રીતે જ પૂછી શકે છે. માટે આપણા હિતમાં તો એ જ છે કે આપણે તમામ ખાતાઓની માહિતી આપવી જોઈએ. અને કાયદેસર રીતે તેનું જે રિટર્ન નીકળે તે ભરવું જોઈએ.
👫દોસ્તો, તમારી પત્નીના પોતાના જ નામ પર કોઈ પણ બેંકમાં ખાતું છે અને તેમાં વિશેષ મોટી રકમ જમા થયેલ છે. પરંતુ તમારી પત્નીની પોતાની કોઈ આવક નથી તે કોઈ કામ નથી કરતી કે જેમાંથી તેની પોતાની કોઈ ઇન્કમ હોય તો આવા કેસ માં પત્નીના ખાતામાં જે પણ જમા રાશિ છે તે તમારી જ ગણાશે. પરંતુ જો તમે એ વાતને સાબિત કરી શકો કે તે ખાતામાં જે રકમ છે તે તમારી પત્નીના સંબંધીઓ તરફથી ભેટમાં મળેલ છે. તો એ ખાતાની રાસી પર તમારે કોઈ ટેક્સ ભરવો પડતો નથી. મતલબ કે એ રકમ તમારા આવકનો ભાગ ગણાતી નથી.
👫દોસ્તો આ એક એવો પોઈન્ટ છે કે જો તમે એ નથી જાણતા તો ઘણી તકલીફમાં મુકાઇ શકો છો. જો તમે તમારી પત્નીના નામનું ખાતું ઇન્કમટેક્સ વિભાગથી છુપાઓ તો ઇન્કમટેક્સ વિભાગ તમારી આ ભૂલ પર તમારી પત્નીના ખાતાને ટ્રેક પણ કરી શકે છે. અને તે ખાતાની રકમના આધારે તમે પોતાની આવક સંતાડી છે તેવો કેસ પણ કરી શકે છે. અને આટલું થયા પછી પણ તમારે તે ખાતાની રકમ પર રિટર્ન તો ભરવો જ પડશે સાથે સરકારના હુકમથી તમારે પેનલ્ટી પણ ભરવી પડી શકે છે.
👫તમારી પત્નીના ખાતાને તો જાહેર કરવું જ પડે છે તેની સાથે જો તમારા બાળકોના ખાતાઓમાં પણ જો એવી મોટી રકમ જમા છે તે તે ખાતાની માહિતી પણ તમે છુપાવી ના શકો. આ ખાતામાં જે રકમ છે તે પણ તમારી જ આવકનો એક હિસ્સો છે. અને જો તમે આવા ખાતાની માહિતી ભૂલથી પણ છુપાવો છો તો ઇન્કમટેક્સ વિભાગ તમારી વિરુધ્ધમાં જરૂરી એક્શન લઈ શકે છે. જે તમને ખૂબ જ મોટી મુસીબતમાં પણ નાખી શકે છે.
👫દોસ્તો આ માહિતી કોઈ સામાન્ય નથી તેનાથી આપણે આવનારી મુસીબતથી બચી શકીએ છીએ તો યાદ રહે કે પોતાની આવકનો જ હિસ્સો છે પોતાની પત્ની અને બાળકોના ખાતામાં તો તેને ક્યારેય પણ ના છુપાઓ..
જો પત્નીના ખાતાની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.